મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરાયેલા અભિયાન “એક પેડ મા કે નામ” અંતર્ગત તથા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રીની માસિક પુણ્યતિથિ નિમિતે લતીપર ગામે આવેલ પૂર્ણાનંદ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રમમાં 31થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, ઉર્વશીબેન કોઠારી, અલ્પાબેન કક્કડ, જયશ્રીબેન વાઘેલા, જાગૃતિબેન પરમાર, નિર્મલાબેન હડિયલ, ભાવનાબેન ભદ્રકીયા, રૂત્વી ગજ્જર, નીલાબેન ચૌહાણ, દયાની, ભાવિકા, રાકેશભાઈ બરાસરા, જયભાઈ મેરજા, નિલભાઈ ભોજાણી, આદિત્ય પટેલ સહિતના ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/01/KRISHNA-HOSPITAL-780x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વૃક્ષારોપણ કરવું ખુબજ અગત્ય બની ગયું છે. દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ અને તેના જતનને માનવતાનો ધર્મ સમજી અપનાવું જોઈએ. દરેક નાગરિકે સમાજ અને પર્યાવરણ માટે પોતાની એક ફરજના ભાગરૂપે એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. તેમજ જન્મદિવસ નિમિતે પણ એક વૃક્ષ વાવી ઉજવણી કરવી જોઈએ.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)