મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા 9 શાળાઓના વિદ્યાર્થીઓને ડો.આંબેડકરના જીવન ચરિત્ર દર્શાવતા ચોપડા વિતરણ કરાયા

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતી ઉજવણી અનુસંધાને મોરબી શહેરમાં આવેલ 9 શાળાઓમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીના ફોટો તેમજ જીવન ચરિત્ર દર્શાવતા 3000થી વધારે ફુલસ્કેપનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં રોહીદાસ પરામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજી સ્કૂલ, શાંતિવન સ્કૂલ, સો ઓરડી પાસે આવેલ પોટરી પ્રાથમિક શાળ, જવાહર પ્રાથમિક શાળા, લાયન્સ પ્રાથમિક શાળા, તેમજ શહેરમાં આવેલ એમ.પી સેઠ ગર્લ્સ હાઇસ્કુલ, સાર્વજનિક પ્રાથમિક શાળા, લાયન્સ નગર પ્રાથમિક શાળા સહિતની સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓને આ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.