મોરબી જલારામ મંદિર ના મહંત અશોકભાઈ જોશી, લોહાણા સમાજ ના સંત જમનભાઈ હીરાણી (રામ ને ભજી લ્યો), અંબાજી માઁ મંદિર ના મહંત અતુલભાઈ જાની, શ્રી રામધન આશ્રમ-મોરબી ના મહંત પૂ.ભાવેશ્વરી દેવીજી, પૂ.રતનેશ્વરી દેવીજી સહીતના સંતો-મહંતો નું પૂજન કરાયુ.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા ગુરૂ પૂર્ણિમા નાં પાવન પર્વ નિમિતે મોરબી ના વિવિધ સંતો-મહંતો નું પૂજન કરવા માં આવ્યુ હતુ, જે અંતર્ગત મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના મહંત પૂ.અશોકભાઈ જોશી, લોહાણા સમાજ ના સંત પૂ.જમનભાઈ હીરાણી (રામ ને ભજી લ્યો), અંબાજી માઁ મંદિર ના મહંત અતુલભાઈ જાની, શ્રી રામધન આશ્રમ ના મહંત પૂ.ભાવેશ્વરી માતાજી તથા પૂ.રત્નેશ્વરી દેવીજી સહીત નાં સંતો-મહંતો નું પૂજન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી. રામાવત, મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર ઉપાધ્યક્ષ હિતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, કૌશલભાઈ જાની, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, નરશીભાઈ રાઠોડ, મનિષભાઈ પટેલ સહીત ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં અગ્રણીઓ જોડાયા હતા.