સિમેન્ટના બનેલ રોડ માં ડામરનું થીગડું ઇનામ રૂપે મળશે !!
કોઈ માટે તૂટેલા રસ્તા હશે પણ જયારે તેના પર થી પ્રસાર થતી વ્યક્તિને ઈંજા થાય કે મૃત્યુ પામે છે ત્યારે એ તૂટેલા રસ્તાની કિંમત સમજાય છે સરકારે તો કહી દીધું કે ચોમાસા પછી તમામ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે પણ એ નવા રસ્તા શું કામના કે કોઈ ના મૃત્યુ પછી બનાવામાં આવે ?
મોરબી ના રસ્તાઓ હોય કે અન્ય સ્થળના રસ્તાઓ સલામતી વગરના રસ્તાઓ પ્રજાએ સ્વીકારવાજ ના જોઈએ થોડા અમથા રૂપિયા માટે નેતાઓ કે અધિકારીઓ નબળી ગુણવતા વાળા રસ્તાઓ બનાવે છે જેનો ભોગ આમ પ્રજા બને છે જયારે આ રૂપિયા જ પ્રજા ના છે તેમ છતાં આ જાડી ચામડી વાળા તંત્રનું પેટનું પાણી નથી હલતું મૃત્યની ભેટ લેવા કરતા હક્કની ભેટ લેવી જરૂરી છે
દરેક રોડ માટે ત્રણ થી પાંચ વર્ષ સુધી ની કોન્ટ્રાક્ટકર પાસે ગેરેન્ટી લેવામાં આવી હોય છે તો પણ તે રોડ ટૂંકા ગાળામાં તૂટી જાય છે ત્યારે તેનો ભોગ પ્રજા બને છે સારી કામગીરીના રૂપિયા આપીને પ્રજા ને તો ઈનામ પેટે દર્દ જ મળે છે
આજ ના સમયમાં લોકોની જીવની કિંમત સરકારે ચાર લાખ રૂપિયા નક્કી કરી છે આ ચાર લાખ રૂપિયા આયોજન પૂર્વક સરકાર વહેલાસર વાપરે તો કોઈ ના ઘરના મૃત્યુ જેવો બનાવ બનતા અટકી જશે દર વર્ષે રસ્તાઓનું ધોવાણ અનેક ઘરોના કુલદીપક ને છીનવી લે છે સમયની સાથે પ્રજાએ પણ જાગવું જરૂરી છે પ્રજાની જવાબદારી છે કે તંત્ર પાસે કામ લેવડાવું સરકાર પ્રજાથી ચાલે છે નહિ કે સરકાર થી પ્રજા.