મોરબીમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યની પુત્રીના જન્મદિવસ નિમિતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
અનસ્ટોપેબલ ગ્રુપના સભ્ય ગોસ્વામી જિજ્ઞાસા પ્રકાશ ભારતીની સુપુત્રી તથા સિંગર અવની ગોસ્વામીનો આજે જન્મદિવસ હતો. ત્યારે મોરબીના લીલાપર નજીક તથા નવલખી ફાટક પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને બિસ્કિટ તથા ચોકેલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારે આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, ઉર્વશીબેન કોઠારી, ગુનગુન દયાની, ભાવનાબેન ભંખોડીયા, ભારતીબેન હમીરપરા, અલ્પાબેન કક્કડ, નીલાબેન ચૌહાણ, રૂત્વી ગજ્જર, જયશ્રીબેન વાઘેલા, કિંજલ માકાસણા, ભાવનાબેન દોશી, જીગ્નશાબેન ગોસ્વામી, આશાબેન ભોજાણી સહીતના જોડાયા હતા.