૬ થી૧૪ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે: ૫ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે
રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં મોરબી જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે.
આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા. ૦૫/૦૮/૨૦૨૪ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૦૫-૦૮-૨૦૨૪ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.