મોરબી શહેર ની કહેવાતી એ ગ્રેડ ની નગરપાલિકા માં ચાલતો ટેક્ષ ના પૈસા નો બેફામ ભ્રષ્ટાચાર જાણવા પ્રમાણે મોરબી નગરપાલિકા ના કર્મચારીઓ નગરપાલિકા ના નિણર્ય વિરુધ પોતાના ના હક માટે કોર્ટની અંદર કેસ કરેલ છે જે કેસ કોર્ટ અંદર ચાલી રહ્યા છે જેમાં મોરબી નગરપાલિકા તરફથી ભાજપ પક્ષ ની વિચારધારાના રાજકોટના કોઈ વકીલને કેસમાં રોકવામાં આવ્યા છે જેની કેસ દીઠ કે મુદત દીઠ કોર્ટે ફી નગરપાલિકા આશરે 5,000 જેવી રકમ ચૂકવે છે આ ચૂકવતા તમામ પૈસા મોરબી શહેરની પ્રજા દ્વારા મોરબી નગરપાલિકા ને ટેક્સના રૂપમાં ભરવામાં આવેલ છે તે ટેક્ષ ની રકમ માંથી ચૂકવવા માં આવે છે પરંતુ કોર્ટ કેસ કરનાર કર્મચારી અને યુનિયન ના લીડર સાથે ચર્ચા કરતા તેઓ એ એવું જણાવેલ કે રાજકોટ થી આવતા આ ભાજપની વિચારધારાના વકીલ કોર્ટમાં મુદત સમયે હાજર રહેતા નથી જેના કારણે કોર્ટ દ્વારા નગરપાલિકા ના રજૂઆત ના હક બંધ કરવા માં આવે છે
એ વકીલને પણ જણાવવામાં આવે છે આમ હક બંધ થઈ જતા ફરી હક ચાલુ કરાવવા માટે જે તે લોકો એ કેસ કરેલ છે તેમને પૈસા ચૂકવવા પડે છે જેના કારણે નગરપાલિકાને આર્થિક નુકસાન થાય છે અને કોર્ટ કેસ ની વકીલ ને ફી ઉપરાંત કામદારોને પણ પૈસા ચૂકવવા પડે છે તો આ વકીલ કોર્ટ કેસમાં શા માટે હાજર રહેતા નથી” અને હાજર નથી રહેતા તેના કારણે કર્મચારીઓ ના કેસનો પણ નિરાકરણ આવતું નથી અને મોરબી નગરપાલિકા ને પણ આર્થિક નુકસાની થાય છે
મોરબી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે તો વહીવટદાર આ બાબતે શું આ બાબત ની સમજ નહી ધરાવતા હોય? કે પ્રજાના ટેક્સના પૈસા ખોટી રીતે વેડફાય છે તો તે પૈસા ની *જવાબદારી કોની ? પ્રજા પોતે પોતાના પરસેવાના કમાણીના ટેક્સના પૈસા પાલિકા માં ભરે છે આ રકમ ભરી ને પ્રજા ને એમ લાગે છે કે આ ટેક્સના પૈસા માંથી શહેર ને પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે પરંતુ આ તો પ્રજાના ટેક્સના પૈસાનો ફાયદો તો વકીલના ફાયદા માટે ઉપયોગ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જો આ વકીલ કામગીરી કરી શકતા ન હોય તો તેમને તાત્કાલિક છુટા કરી અન્ય મોરબી શહેરમાંથી અન્ય વકીલને રોકવા જોઈએ જેથી કોર્ટમાં ચાલતા કેસની મુદતમાં હાજર રહે અને નગરપાલિકાનો પક્ષ રજૂ કરી શકે આ તો હાજર પણ રહેતા નથી જેના કારણે વકીલની ગેરહાજરીમાં કેસ ચાલતા નથી જેના કારણે નગરપાલિકાના હક બંધ થાય છે અને ફરી હક ચાલુ રાખવા માટે કર્મચારીને નક્કી કરેલ રકમ ચૂકવવી પડે છે જે નગરપાલિકાની તિજોરી ઉપર બોજ બને છે તો આ બાબતે મોરબી નગરપાલિકા ના વહીવટદારે તાત્કાલિક પૈસા ના બચાવ માટે રાજકોટ થી આવતા વકીલ ને છુટા કરી સ્થાનિક વકીલ ને રોકવા. જોય જેથી કોર્ટ માં કેસ માં હાજર રહી કેસ સારી રીતે ચલાવી શકે અને પ્રજા ના કરવેરા ના પૈસા નો ગેર ઉપયોગ પણ બંધ થાય તેમ કરવા મોરબી શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી એ રજૂઆત કરેલ છે.