રાજકોટ જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ નિમિત્તે માળિયા તાલુકાના મોટીબરાર ગામે તેમજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી સહકારી પરિવાર દ્વારા યોજાયેલ આ માનવતાના કાર્યને બિરદાવ્યું હતું.
તેમજ રક્તદાતાઓ દ્વારા કરાયેલ રક્તદાન અન્વયે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં મગનભાઈ વડાવિયા, તાલુકા સંઘના પ્રમુખ બળવંતભાઈ, માળિયા તાલુકાના મોટી બરાર ગામે મોડેલ શાળામાં યોજાયેલ આ રક્તદાન કેમ્પ બ્રિજેશ મેરજા એ ખુલ્લો મુક્યો હતો
જેમાં માળિયા તાલુકાના મુખ્ય આગેવાનો જેવા કે બેંકના ડિરેક્ટર વિડજાભાઈ, તાલુકા સંઘનાપ્રમુખ મનહરભાઈ, બાબુભાઈ, તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઈ લાવડીયા દિનેશ તથા બાબુભાઈ ડાંગર વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન પ્રવૃત્તિને દીપાવી હતી. પંચવટી ગામના યુવાન નિલેશભાઈ દ્વારા ૭૦થી વધુ વખત કરવામાં આવેલ રક્તદાન બદલ બ્રિજેશ મેરજા દ્વારા તેમનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું.