“મધુબન ખુશ્બુ દેતા હૈ,સાગર સાવન દેતા હૈ” પોતાની વષાઁ જુની ભાડાની મિલ્કત કોઈપણ જાત ની રકમ લીધા વીના મુળ માલીક એવા મોરબી ની સંસ્થા સાત સ્વરુપ વૈષ્ણવ હવેલી ને સોંપી
મોરબી માં વષોઁ જુના રહેવાસી અને ખોડીયાર મઢૂલી પરીવાર ના નામ થી જેમની ઓડખ છે તેવા અનિલકુમાર ધીરજલાલ કારીયા ને પોતાના ધંધાકીય ઉપયોગ માટે વષાઁ પહેલાં બજારલાઈન (સોની બજાર )લાલબંબા શેરી પાસે મોરબી સાત સ્વરુપ વૈષ્ણવ હવેલી ની માલિકી નું ગોડાઉન ભાડે રાખેલ અને આશરે ૫૦ વષઁ થી નિયમિત ભાડુ ચુકવી રહ્યા હતા ત્યારે અનિલભાઈ કારીયા પોતે છેલ્લા ૧૫ થી ૨૦ વષઁ થી ધંધા મા નિવ્રુત થયા અને પોતે તેમના પરીવાર ને કીધું કે આપણું આ ગોડાઉ ન ના મુળ માલીક સાતસ્વરુપ વૈષ્ણવ હવેલી નું છે અને આપણે આટલા વષાઁ થી ત્યાં ધંધો કરી સુખી થયા છીએ અને હવે ઠાકોરજી ની ખુબ ક્રુપા છે તો આપણે આ મિલ્કત એકપણ રુપીયો લીધા વિના કે કોઈ પણ જાતની વિના શતેઁ આપણે હવેલી ને પાછી સોંપી દેવી છે ત્યારે પરીવાર નાં સ્ભયો ખુબ રાજી થયા અને સવારે મિલ્કત નાં ભાડુઆતે હવેલી એ સામેથી જઈ અને મુખ્યા જી ને કીધું કે લ્યો આ ચાવી ઠાકોરજી ને અપઁણ કરું છું.
દરેક સમાજ ના ધામિઁક ટ્રસ્ટ પાસે મિલ્કતો છે અને વષાઁ પહેલાં ટ્રસ્ટી ઓએ ટ્રસ્ટ ના નિભાવ ખર્ચ માટે મિલ્કતો ભાડે આપી અને આજે લોકો મિલ્કત ને પેઢીઓ સુધી બીનજરુરી રીતે પોતાની પાસે રાખી મુકે છે નીતિમત્તા અને પ્રામાણિક્તા નો દાખલો સમાજ મા નોંધનીય છે આ તકે હવેલી નાં મુખ્યાજી અને ટ્રસ્ટી અને સમગ્ર વૈષ્ણવ સમાજ ના લોકોએ અનિલકુમાર ધીરજલાલ કારીયા અને ખોડીયાર મઢુલી પરીવાર નો ખુબ ખુબ આભાર માન્યો હતો અને સાથે આવી ટ્રસ્ટ ની મિલ્કત જે કોઈ પાસે હોય અને હવે જરુર ન હોય તો ટ્રસ્ટ ને સોંપી આપવા અપીલ કરી હતી.