મોરબી જિલ્લામાં માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અનુસાર તા. ૨૯/૦૭/૨૦૨૪ના રોજ ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. તા.૦૭/૦૮/૨૦૨૪ સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે તેમજ હળવદ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા તારીખ ૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં આ દાવા-વાંધાઓનો નિકાલ કરવામાં આવશે.
તારીખ ૧૪/૦૮/૨૦૨૪ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે કરવામાં આવશે તેવું ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની ધાર્મિક ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.