મોરબી OSEM CBSE ના કોમર્સ ના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની માંથી વૃધ્ધાશ્રમ ના વડીલો ને ભોજન તેમજ અનાથાશ્રમ ની બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી.
મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE ના ધો-૧૧/૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની પોકેટ મની માંથી વૃધ્ધાશ્રમ ના વડીલો ને ભોજન તેમજ અનાથાશ્રમ ની બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓમાં સેવા ભાવના નો વિકાસ થાય તેમજ સમાજ ઉપયોગી કાર્યો માં સહભાગી બની વિદ્યાર્થીઓનું આદર્શ નાગરીકો તરીકે ઘડતર થાય તે હેતુસર મોરબી ની OSEM CBSE સ્કુલ દ્વારા હરહંમેશ પ્રયત્નશીલ રહેવામાં આવે છે ત્યારે ધો.૧૧/૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમની નો સદ્ઉપયોગ કરી મોરબી શોભેશ્વર રોડ સ્થિત વૃધ્ધાશ્રમ ના વડીલો ને ભોજન અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા
તે ઉપરાંત મોરબી વિકાસ વિદ્યાલય ની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં ૧૦૦ જેટલી બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. વિદ્યાર્થીઓના આ ભગીરથ કાર્ય બદલ સંસ્થા ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજભાઈ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહીતનાઓએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી તેમ સંસ્થાના નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે.