આવતીકાલે : મોરબી શહેર અને સામાકાંઠાના અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

તારીખ ૩૧.૦૭.૨૦૨૪ ના બુધવાર ના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી પીપળી ફીડર સવારે ૦7:૦૦ થી બપોરના ૦1:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમા તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ ,સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક , પ્રભુ કૃપા ટાઉનશીપ ,મહેન્દ્રનગર જુના ગામ ,નીલકંઠ પાર્ક , પ્રભુ કૃપા રેસીડેન્સી , હરિગુણ રેસીડેન્સી ,નવી પીપળી ,જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

———————————————————————————

તારીખ ૩૧.૦૭.૨૦૨૪ ના બુધવાર ના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી રાજનગર ફીડર તેમજ મુનનગર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેમાં ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

તેમજ અવધ ફીડર સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૨:૩૦ સુધી બંધ રહેશે જેમાં આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.