મોરબી વાસીઓને જણાવીને બહુ જ આનંદ થાય છે કે મોરબીના ખોળે જન્મેલી અને ધીમે ધીમે મોટી થઈ રહેલી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા કરવામાં આવી રહેલા જનજાગૃતિ અને જનકલ્યાણના કાર્યોની વધી રહેલી મોતીઓની માળામાં આજે એક નવો મોતી ઉમેરવામાં આવ્યો છે. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અને પરિશ્રમ ઔષધિ વન, મોરબી ના દેવેન્દ્રભાઈ જાડેજાના સહયોગથી 29 જુલાઈ, 2024 સોમવાર ના દિવસે મોરબીની જનતાના સારા સ્વાસ્થ્ય માટે મોરબીની ધરતીને 51 ઔષધીય છોડો થી શણગાવવામાં આવી છે .
મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો દ્વારા 51 ઔષધીય છોડો રોપવામાં આવ્યા છે. વૃક્ષારોપણ તરફ સદસ્યોનો એક વધુુ પગલું છે આમાં તમામ ઔષધીઓ છોડ જેમ કે કાંટા શેરીઓ, પરિજાત , કરણ , મરોડ ફળી, ખારો , ગુગળ , ગુંદા, દેશી જાસુદ, સુગંધી તુલસી, ગરમાળો , સીતાફળ, દેશી બદામ, દેશી મહેંદી , કળાથો, અર્જુન સાદડ, ટગર, બીલી , બંગાળી બાવર , ખાખરો, કલ્પવૃક્ષ , જેવા ઘણા એવા 51 છોડવાનું રોપાણ કરવામાં આવ્યું છે.
આ કાર્ય તડાવીયા હનુમાન મંદિર, સથવારા ની વાડી ની આગળ, સનાલા બાયપાસ રોડ ઉપર કરવામાં આવ્યું છે તે સિવાય દેવેન્દ્રભાઈ જાડેજાએ સદસ્યો ને આ વિવિધ છોડો વિશે માહિતી પણ પ્રદાન કરી હતી. કયા છોડ કઈ રીતે આપડી લાઇફમાં ઉપયોગી છે તેના વિશે જાણકારી પૂરી પાડી હતી .
મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો આવા કાર્યો કરી મોરબીની જનતા માટે કંઈક સારું કરવા માંગે છે સાથે જનતાને પણ અનુરોધ કરે છે કે તમે તમારા આસપાસની જગ્યામાં એક એક છોડ વાવીને એને તમારા છોકરાની જેમ ઉછેર કરજો અને મોરબીની હવાને સાફ કરવામાં મદદ કરજો કોઈપણ સારું કાર્ય આગળ લઈ જવું હોય તો સમાજના બધા જ લોકોની પૂરતી જરૂર હોય છે. બધાના સાથ અને સહકાર વગર કોઈ પણ કાર્ય પૂરો કરવો સંભવ નથી મુસ્કાન વેલફેર સોસાયટી ના આ પ્રસંશનીય કામને આવકારી તમે પણ વૃક્ષારોપણમાં સાથ આપજો.