મોરબી જિલ્લા ના ટીવી 9 ના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા રાજેશ અંબાલિયા નો જન્મ 1 ઓગષ્ટ ના રોજ થયો છે. રાજેશ એ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માંથી 2004 માં માસ્ટર ઓફ જર્નાલિઝ એન્ડ માસ કોમ્યુનિકેશન નો અભ્યાસ પૂર્ણ કરી કચ્છ ખાતે કચ્છ ઉદય નામના પેપર થી કારકિર્દી ની શરૂઆત કરી હતી. ત્યાર બાદ મોરબી ખાતે થી ફૂલછાબ અને વેસ્ટર્ન ટાઈમ્સ ન્યુઝ પેપર માં પ્રતિનિધિત્વ કારેલ. બાદ માં IBN7 હિન્દી નેશનલ ન્યુઝ ચેનલ માં અમદાવાદ ખાતે પાંચ વર્ષ સુધી ફરજ બજાવેલ. સ્થાનિક અને લોકસભા ચૂંટણીઓ ના કવરેજ ઉપરાંત અમદાવાદ માં થયેલ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ માં સારું એવું કવરેજ કરી નામના મેળવી હતી.
ત્યાર બાદ રાજકોટ ખાતે દોઢ વર્ષ સુધી IBN7 ન્યુઝ ચેનલ ના પત્રકાર તરીકે કામ કારેલ. છેલ્લા 12 વર્ષથી મોરબી ખાતે TV9 ના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવે છે સાથે સાથે દેશની જાણીતી હિન્દી ન્યુઝ ચેનલ Aajtak અને BBC જેવી ખ્યાતનામ સંસ્થામાં મોરબી જિલ્લાના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપે છે. પત્રકાર રાજેશ અંબાલિયા ના જન્મ દિવસની સાથે સાથે આજે તેમના પુત્ર શિવમ નો પણ જન્મ દિવસ છે. આજે પિતા-પુત્ર ના જન્મ દિવસે તેમના સગા સ્નેહીઓ, પરિચિતો અને મિત્ર વર્તુળ માંથી તેમના મોબાઈલ 9925259165 પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.