રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મે-2024 માં ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવાયેલ જ્ઞાનસેતુ પરીક્ષામાં કપોરીવાડી પ્રાથમિક શાળાના 12 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થતા કપોરીવાડી પ્રાથમિક શાળાનું સમગ્ર મોરબી જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.
મેરિટમાં સમાવેશ થનાર તમામ વિદ્યાર્થીને શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી સન્માનવામાં આવ્યા હતા.