આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ તથા હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરીને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ તથા તમામ ટીમના સર્વાનુમતે મોરબી શહેર પ્રમુખ તરીકે ચાવડા વિરજીભાઈ નરશીભાઈ ની નીમણુંક કરવામાં આવી છે.
વિરજીભાઈ દલવાડી સમાજમાંથી આવતા હોય અને દલવાડી સમાજમાં મોટું નામ ધરાવતા પ્રભાવશાળી વ્યકિત છે અને વિરજીભાઈ ના ધર્મપત્ની વનીતાબેન વિરજીભાઈ ચાવડા ભાજપમાંથી વોર્ડ નં:-૧૨ મા ચુંટણી જીત્યા હતા. તેમજ ત્યાં ના લોકો ના પ્રશ્નો ના નિવારણ માટે હંમેશા હાજર રહેતા હોય છે તેમજ મોરબી દલવાડી સમાજમાં સામાજિક કાર્યક્રમો અને સમાજ સેવા સાથે જોડાયેલા છે.