ટંકારા તાલુકાની હિરાપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 104 બાળકોને ઉધોગપતિઓ અને ગ્રામજનોના સહયોગથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે હિરાપર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો મોટાભાગે ખેત મજૂરી કરતા શ્રમિક વર્ગમાંથી આવતા હોય વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે ત્યારે શાળા પ્રવેશોત્સવ વખતે શિક્ષકો દ્વારા આવા બાળકોના ગણવેશ માટે લોક સહયોગ મેળવવાનો વિચાર રજૂ કરતા એકજ દિવસમાં પચાસ હજાર જેટલી રકમ એકત્ર થઈ ગઈ હતી.યોગ્ય જગ્યાએ દાન આપી ગરીબ બાળકોના મોં પર સ્મિત લાવવાનું ઈશ્વરીય કામ કરવા બદલ શાળાના સ્ટાફ દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
યુનિફોર્મ માટે દાન આપનાર દાતાઓની નામાવલી આ મુજબ છે.એન્ટીક કોટન,ટોરિસ પોલીફેબ,યુનિક પ્લાસ્ટ,લેવીશ પોલીપેક,રાજ પોલીપ્લાસ્ટ,વૃંદાવન ઓઇલ મિલ,જય શિવાંશ મિરર,પ્રવિણભાઈ ફેફર,મનોજભાઈ લોહ,લલિતભાઈ ફેફર,ભરતભાઈ ફેફર,પ્રવિણભાઈ લોહ(નેકસ્ટોન),રાજુભાઈ ફેફર તથા સ્વ.જશુબેન જસમતભાઈ ફેફર(હ.હિતેશભાઈ ફેફર) વગેરે દાતાઓએ મન મુકીને દાન અર્પણ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.આગામી 15 મી ઓગસ્ટના રોજ આ તમામ દાતાઓનું શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવશે.