બાળકોને ગુડ ટચ – બેડ ટચ વિશે માહિતી અપાઈ: ઉપસ્થિતોને અંગદાન વિશે પ્રેરિત કરાયા
મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના શેરીમાં રહેતા (CiSS) બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં CSR અંતર્ગત મેટ્રોસિટી સીરામીક મોરબી તરફથી બાળકોને બેગ, ચોપડા, પેન, બોટલ, કંપાસ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરીશ્રી, એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ પી.આઇ., કીટના દાતા, જિલ્લા રોજગાર અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અન્વયે લોકોને અંગદાન વિશે માર્ગદર્શન મળે અને લોકો અંગદાન કરવા પ્રેરાય તે હેતુથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત બાળકોને ગુડ ટચ – બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી હતી.