બાળકો માં ધાર્મિક મૂલ્યો નું સિંચન થાય તે હેતુ થી ટંકારા તાલુકાના ભૂતકોટડા પ્રા. શાળામાં શિવ સ્તુતિ નું આયોજન કરવામાં આવ્યું. આજે ડિજિટલ યુગ માં બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાય ને આપણા ધાર્મિક મૂલ્યો ને ભૂલતા જાય છે.મોબાઈલ ના અતિશય ઉપયોગ થી બાળકો પણ ડિજિટલ બનતા જાય છે.
આ સમયે આપણા ધાર્મિક મૂલ્યો નું જ્ઞાન આપવું એ એક શિક્ષક તરીકે આપણી પહેલી ફરજ છે. આપણી પ્રાચીન પરંપરા ને ઉજાગર કરવા અને બાળકો ને માહિતગાર કરવા ભૂતકોટડા પ્રા.શાળામાં કક્કા સ્વરૂપે શિવ ની સ્તુતિ કરવામાં આવી. તેમજ બાળકો ને પ્રાર્થનામાં શાળા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને શિવ મહિમા નું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું.