સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન ની ગુજરાત પ્રદેશ ની બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશ ના જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠક માં વિવિધ જિલ્લાઓ ની જવાબદારી ની ઘોષણાઓ કરવામાં આવી હતી.
તેમાં મોરબી જિલ્લા સહ સંયોજક તરીકે શિવાંગભાઈ નાનક ને જવાબદારી આપવામાં આવી હતી. તેઓ એ પૂર્વમાં ABVP મોરબી ભાગ સંયોજક, નગર મંત્રી, નગર સહ મંત્રી, સહ કેમ્પસ પ્રમુખ જેવી વિવિધ જવાબદારીઓ વહન કરેલી છે અને તેઓ હાલ LLB માં અભ્યાસ કરી રહ્યા છે.