રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરી માતજી સહિત ના સંતો-મહંતો ની ઉપસ્થિતી માં હજારો શિવભક્તોએ ફરાળ મહાપ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ ના પ્રથમ સોમવાર તા.૫-૮-૨૦૨૪ ના રોજ બપોરે ૪ કલાક થી શિવભક્તો માટે બરફ ના શિવલીંગ ના દર્શન નુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ ના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવા મા આવી રહી છે તે ઉપરાંત દરેક શિવભક્તો માટે ફરાળ મહાપ્રસાદ ની વ્યવસ્થા યોજવામાં આવી હતી જેમાં મોરબી રામધન આશ્રમ નાં મહંત પ.પૂ.ભાવેશ્વરી માતાજી સહીત ના સંતો-મહંતો ની ઉપસ્થિતી માં હજારો શિવભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા, કીશોરભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, રમણીકભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, નીરવભાઈ હાલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સંજયભાઈ હીરાણી, અમીતભાઈ પોપટ, નરેન્દ્રભાઈ પાંવ, કૌશલભાઈ જાની,કીશનભાઈ પાંવ, દીનેશભાઈ સોલંકી, નીમીષભાઈ કોટક તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.