વિવિધ ઇવેન્ટ અને કારકિર્દીલક્ષી સેમીનાર ના આયોજન થકી વિધાર્થીના જીવન ઘડતરની દિશામાં સતત પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ કોલેજમાં FINMARK FOCUS – 2024 નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત BBA ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા માર્કેટિંગ અને ફાયનાન્સ ક્ષેત્રે રહેલી કારકિર્દી ઘડતર ની તકોનું અર્થપૂર્ણ અને સચોટ રીતે નિદર્શન કર્યું હતું. જેમાં અલગ અલગ પ્રોડક્ટ્સ ની જાહેરાત અને માર્કેટિંગ વ્યૂહરચના વિષે રસપ્રદ છણાવટ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને નિર્ણાયક તરીકે રાજકોટની ધમસાણીયા કોલેજના નિષ્ણાંત પ્રાધ્યાપક ડો.હરેશ વૈશનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ માર્કેટિંગ અને ફાયનાન્સ ક્ષેત્રે રહેલી ભવિષ્યની ઉજળી તકો વિષે રસદાર અને આગવી શૈલીમાં પોતાનું વ્યાખ્યાન રજુ કરીને વિધાર્થીઓને માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતા.
સંસ્થાવતી આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ સહીત વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.