મોરબી : નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાનો જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા (CET) માં ઉત્કૃષ્ટ દેખાવ

રાજ્ય સરકાર દ્વારા વર્ષ- 2023/24 માં ધોરણ-5 માં લેવાયેલ જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા (CET) માં મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના સોઢા ભરતસિંહ, બોપલીયા ઓમ, ભાલોડીયા શુભ, થરેશા આરદીક, વિશ્વકર્મા લવકુશ, કાવર વંશ, માટલીયા પ્રિત, સનાવડા હર્ષ, ઘોડાસરા નક્ષ, ખાદા ભવ્ય, પડસુંબીયા શ્રે, પડસુંબીયા પ્રિન્સ, ભાલારા દર્શિત, સોનારા નિશાંત એમ કુલ 14 બાળકોનો મેરીટમાં સમાવેશ થયો છે.

શાળાના બાળકોની આ ઝળહળતી સફળતા મેળવવા બદલ શાળા પરીવાર, એસ.એમ.સી. તથા વાલીઓ દ્વારા મેરીટમાં આવેલ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને શિક્ષણ આપી તૈયાર કરવા બદલ વર્ગશિક્ષક અશોકભાઈ કાંજીયા, પારૂલબેન પાણ તથા મનીષાબેન ગડારાનો આભાર માન્યો હતો.