એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડમાં આયોજિત આ મેળાનો લાભ લેવા જિલ્લા વાસીઓને કલેક્ટરનો અનુરોધ
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ થી તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૪ સુધી એલ. ઇ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ખાતે મહિલા કારીગરો દ્વારા વિવિધ ચીજ-વસ્તુઓનું વેચાણ અંગેના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અનુસંધાને તા.૧૦/૦૮/૨૦૨૪ રોજ સાંજે ૦૪:૦૦ કલાકે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાના હસ્તે તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે. જેથી મહિલા કારીગરોના ઉત્સાહ વધારવા માટે મોરબી જિલ્લાના લોકોને આ મેળાનો લાભ લેવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો છે.