કલી ક્લીમે મહક છુપી હૈ ખીલને ભર કી દેર હૈ
હર બાલક મેં કલા છુપી હૈ દિલસે બહાર નિકાલને કી દેર હૈ
મોરબી,ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યુવાનો,બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને આપણો ભવ્ય કલવારસો જળવાઈ રહે એ માટે યુવા ઉત્સવ આયોજન થતું હોય છે, ત્યારે મોરબી જિલ્લાના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યોજાયેલા તાલુકા કક્ષાના યુવા ઉત્સવ-૨૦૨૪-૨૫ માં મોરબીના માધાપર ઓ.જી. વિસ્તારના સરપંચ અને સતવારા સમાજના ડો.ગણેશભાઈ નકુમનો પુત્ર ભવ્ય ગણેશભાઈ નકુમ જે હાલ ધો.10 માં નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.
જેમને હાર્મોનિયમથી ભજન ગાવામાં ટંકારા તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મોરબીનું અને સતવારા સમાજનું ગૌરવ વધારેલ છે.