તા. 10/08/2024 ના રોજ મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત માળીયા તાલુકા કક્ષાના યુવા ઉત્સવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ મોટીબરારના ભાગ લેનાર 21 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં બાજી મારી હતી.
જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધલેખન, ચિત્રકામ, લોકગીત, ભજન, તબલા અને લોકવાર્તા જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન પ્રસ્તુત કરેલ. જેમાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે કાનગડ તેજસ્વી દ્વિતીય ક્રમાંકે મકવાણા સંધ્યા અને તૃતીય ક્રમાંકે બોરીચા દર્શના વિજેતા થયેલ, નિબંધલેખનમાં પ્રથમ ક્રમાંકે સારદીયા અસ્મિતા દ્વિતીય ક્રમાંકે ઝાલા સુનિતા અને તૃતીય ક્રમાંકે પરમાર લીના વિજેતા થયેલ, ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે સાલાણી સુનિલ દ્વિતીય ક્રમાંકે વિરડા નિમેષ અને તૃતીય ક્રમાંકે પરમાર રેહાન વિજેતા થયેલ,લોકગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ચાવડા ટીયા દ્વિતીય ક્રમાંકે મુછડીયા કવિતા અને તૃતીય ક્રમાંકે પરમાર નિશા વિજેતા થયેલ,લોકવાર્તામાં પ્રથમ ક્રમાંકે વેકરીયા સંગીતા, તબલા વાદનમાં પ્રથમ ક્રમાંકે ડાંગર દિપ અને ભજનમાં પ્રથમ ક્રમાંકે કુવરીયા હિરલ વિજેતા થયેલ આ તમામ વિજેતા સ્પર્ધકોએ મોડેલ સ્કૂલ મોટીબરારનું નામ રોશન કરેલ છે.
આ પ્રસંશનીય સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવાર સહર્ષ અભિનંદન પાઠવે છે. આ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંકે વિજેતા સ્પર્ધકો મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.