મોરબીમાં સેવા ભાવિ અને દેશ ભક્ત અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે હર ઘર તિરંગાને સાર્થક કરવા અને લોકોમાં દેશ ભક્તિ જાગૃત કરવા 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે તા. 14 ઓગસ્ટ 2024 ને સવારે 9 કલાકથી સુપર માર્કેટ પાસે 15,000 તિરંગાનું વિના મુલ્યે વિતરણ કરાશે. તો મોરબીના દેશભક્તોને આ તિરંગાનો લાભ લેવા અજય લોરિયા દ્વારા અનુરોધ કરાયો છે