નવયુગ સાયન્સ કોલેજ માં ડૉ. વિક્રમ સારાભાઈ ની 105 મી જન્મજયંતિ ના ઊજવણી નિમિત્તે ભવ્ય સ્પેસ એકઝીબીશન નું આયોજન આયોજન કરવામાં આવ્યુ
જેમાં વિવિધ પ્રકારના વર્કિંગ મોડેલસ, સ્પેસ પ્રોજેક્ટ્સ જેવા કે વિક્રમ લેન્ડર, ગગનયાન, મંગલયાન, GSLV-FO2, રોહિણી સેટેલાઈટ, બ્લેક હોલ, ડે અને નાઈટ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આદિત્ય એલ -1, ચંદ્રયાન-૩, આર્યભટ્ટ તેમજ કોમ્યુનિકેશન સેટેલાઈટ વગેરે નું પ્રદર્શન કરવામાં આવેલ હતું જેમાં દરેક વિભાગના પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને સ્પેસ વિજ્ઞાન માંથી જ્ઞાન મેળવ્યું હતું.
સ્ટુડન્ટ્સ ના ઉત્સાહને વધારવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ રંજનમેડમ, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા, વિવિધ વિભાગીય વડાઓ તેમજ B.SC કોલેજ ના પ્રિનસીપાલ વોરા સર ઉપસ્થિત રહયા હતાં.