મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રાજસ્થાન ની પરંપરાગત તહેવાર તીજ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં ઉત્સવ અને એકતાનો ભાવ પુરેપુરો જોવા મળ્યો. આ કાર્યક્રમમાં 80 કરતાં વધુ ઉત્સાહી સભ્યો ઉમટ્યા હતા.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી સીમાબેન જાડેજા અને શ્રીમતી સોનલબેન શાહ જોડાયા હતા.
આ સાંજ મજા, મસ્તી અને રંગબેરંગી પ્રવૃત્તિઓથી ભરપુર હતી, જે તહેવારના મર્મને વ્યક્ત કરતી હતી. હાજર લોકોએ મનમોહક નૃત્ય પ્રદર્શન, રમૂજભરી રમતો, ફૅશન શો (ટ્રેડિશનલ આઉટફિટ) અને સ્વાદિષ્ટ ભોજન નો આનંદ માણ્યો. જીવંત માહોલ સૌને ખુશી અને આનંદમાં ડૂબી જવા માટે પ્રેરિત કરતો હતો.
આ કાર્યક્રમ સમુદાયને સાથે મળી તહેવાર ઉજવવા અને સ્મૃતિઓ રચવા માટેની એક અનોખી તક પૂરાવી. મુસ્કાન વેલફેર સોસાયટી ગર્વ અનુભવે છે કે તેણે આ પ્રકારની સજીવ અને સર્વસમાવેશક ઘટના નું આયોજન કર્યું.