સાધારણ સભામાં સમગ્ર વર્ષના લેખા જોખા રજૂ કરાયા, સભાસદના તેજસ્વી તરલાઓનું સન્માન કરાયું
મોરબી શહેરમાં શિક્ષકો માટે, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા અત્રેના એસ.એમ.વોટરપાર્કના એસી હોલ ખાતે કલ્પેશભાઈ મહોત મંડળીના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ,આ મંડળી મોરબી શહેરના 333 જેટલા શિક્ષકો સભાસદ છે જેમાં શિક્ષકોને રૂપિયા પંદર લાખનું માતબર ધિરાણ આપવામાં આવે છે, જયેશભાઈ બાવરવા મંત્રીએ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સભાસદોનું શાબ્દિક સ્વાગત કર્યું અને આ મંડળીના સમગ્ર વર્ષના હિસાબના લેખા જોખા રજૂ કર્યા મંડળીએ આ વર્ષે બાવીસ લાખ રૂપિયાનો નફો કર્યો તેની વહેંચણી અને હિસાબોને ઉપસ્થિત સભાસદો બહાલી આપી મંજુર કર્યા.
ત્યારબાદ મંડળીના સભાસદ એવા શિક્ષકોના દિકરી દિકરાઓએ વર્ષ – ૨૦૨૩/૨૪ માં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ હોય એવા તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવ્યું વર્ષ-૨૦૨૨ માં ધોરણ બારમાં પ્રથમ નંબર 93.07 ટકા પ્રાપ્ત કરનાર મહોત યશરાજ કલ્પેશભાઈ દ્વિતીય નંબર 88.92 ટકા પ્રાપ્ત કરનાર દેલવાડિયા માર્ગી બાબુલાલ તૃતીય નંબર 88.76 ટકા પ્રાપ્ત કરનાર મેરજા દર્શિતા બળદેવભાઈ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં મંઢ સહદેવ રાજેશભાઈ 85.57 ટકા પ્રાપ્ત કરનારને પ્રથમ નંબર અને મંઢ શ્યામ રાજેશભાઈ 74.57 ટકા પ્રાપ્ત કરનારને દ્વિતીય નંબર એવી જ રીતે વર્ષ 2024 માં ધોરણ દશમાં ટુંડિયા પ્રિયાંસી દિનેશભાઈ 96 ટકા સાથે પ્રથમ, ક્લોલા ઓમ ગિરીશભાઈ 95.66 ટકા સાથે દ્વિતીય નંબર કાંનગડ ઓમ દિનેશભાઈ 95.50 ટકા પ્રાપ્ત કરનારને તૃતિય નંબર વગેરેનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે બેગ અને સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
આ સાધારણ સભામાં ભરતભાઈ સીતાપરા ઉપ પ્રમુખ મોરબી શહેર શિક્ષક શરાફી મંડળી ધનજીભાઈ કુંડારિયા ડિરેકટર આરડીસી બેંક, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી ચતુરભાઈ કાસુંદ્રા માલિક એસ.એમ.વોટરપાર્ક,દિનેશભાઈ હુંબલ પ્રમુખ જી.પ્રા.શિ.સંઘ, આરડીસી બેંકના અધિકારીઓની ઉપસ્થિતમાં ધનજીભાઈએ મંડળીની સ્થાપનાથી અત્યાર સુધીની સફર રજૂ કરી હતી ત્યારબાદ સભાના અધ્યક્ષ અને મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોતે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, સાધારણ સભામાં કિરણભાઈ કાચરોલા મંત્રી શૈક્ષિક મહાસંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખ, મુકેશભાઈ મારવણીયા મંત્રી મુખ્ય શિક્ષક સંઘ-મોરબી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં વ્યવસ્થા સમિતિના સભ્ય એવા વિક્રમભાઈ ડાંગરે આભાર પ્રસ્તાવથી સાધારણ સભા સંપન જાહેર કરવામાં આવી.સાધારણ સભાને સફળ બનાવવા વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ઉપ પ્મુખ ભરતભાઇ સિતાપરાએ જહેમત ઉઠાવી હતી.