શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા, મોરબી જિલ્લાના માળિયા તાલુકાના કુંતાસી ગામે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી કે.વી. સાનિયાએ ધ્વજવંદન કર્યું હતું. શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષકોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગામના વિકાસ માટે મામલતદાર કે.વી. સાનિયા દ્વારા રૂ. ૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મામલતદાર કે. વી. સાનિયા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, સરપંચ રમેશભાઈ સોઢીયા અગ્રણી સર્વ મનીશભાઈ કાંજીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શર્મિલાબેન હુંબલ, શાળાના આચાર્ય ધરતીબેન કોટડીયા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ હુંબલ, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.