મોરબીમાં રોટરી કલબ ના નવા પ્રેસિડેન્ટ અને સેક્રેટરી ની નિમણુંક કરવામાં આવી પ્રેસિડેન્ટ તરીકે કિશોરસિંહ જાડેજા સેક્રેટરી તરીકે ભરતભાઈ બદ્રકિયા ની નિમણુંક કરાઈ
મોરબી રોટરી ક્લબ દ્વારા તારીખ 14/08/2024 ના રોજ શપથ ગ્રહણ સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2024-25 માં રોટ. કિશોરસિંહ જાડેજા ની પ્રેસિડેન્ટ તથા સેક્રેટરી તરીકે રોટે. ભરતભાઈ બદ્રકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.
ત્યારે આઈપીપી તરીકે સોનલબેન શાહ, ટ્રેઝરર તરીકે સ્વાતિબેન પોરિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે રવીનભાઈ આશર, ક્લબ એકઝ્યુકેટીવ સેક્રેટરી તરીકે રસેશભાઈ મહેતા, ટીઆરએફ ચેરમેન તરીકે સંજયભાઈ ગોસ્વામી, પબ્લિક ઇમેજ ચેરમેન તરીકે અબ્બાસ લાકડાવાલા, સર્વિસ પ્રોજેક્ટ ચેરમેન અશોકભાઈ મહેતા, મેમ્બરશિપ ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ ચોક્સી, ક્લાસિફિકેશન ચેરમેન તરીકે અજીતભાઈ શેઠ, ક્લબ લર્નિંગ ચેરમેન તરીકે રાજવીરસિંહ સરવૈયા, ક્લબ સર્વિસ ચેરમેન તરીકે ડો. પરાગ પારેખ, કોમ્યુનિટી સર્વિસ ચેરમેન તરીકે હરીશભાઈ શેઠ, ક્લબ યંગ લીડર ચેરમેન તરીકે પાર્થ પટેલ, સર્જન એટ આર્મ્સ તરીકે મનુભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી હતી.
મોરબીના જીમખાના ખાતે યોજાયેલ આ સમારંભ માં અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગર થી પધારેલ આસિસ્ટન્ટ ગવર્નર રશ્મિનભાઈ મહેતા દ્વારા નવા પ્રેસિડેન્ટ અને તેમની ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી રોટરીની સમગ્ર ટીમ મેમ્બર્સ તેમજ રોટેરિયન મિત્રો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી રોટરી ક્લબ દ્વારા આગામી સમયમાં મોરબીની જનતાને ઉપયોગી થઈ શકે તે માટે મોરબીમાં કેવા પ્રોજેક્ટ કરવા જેના પર નવા વરાયેલા પ્રેસિડન્ટ કિશોરસિંહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રોટરી ક્લબના રોટે રસેશભાઈ મહેતા, રોટે બંસી શેઠ, રોટે હરીશભાઈ શેઠ, રવિભાઈ આશર એ ભારે જહેમત ઉઠાવી હતી અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.