મોરબી જિલ્લા કાર્યાલય ખાતે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા તથા મોરબી જિલ્લા યુવા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા મોરબી જિલ્લા ઉપપ્રમુખ અર્જુનસિંહ વાળા અને વાંકાનેર તાલુકા પ્રમુખ અહમદભાઈ હસનભાઈ (હાજી સાહેબ) તથા વાંકાનેર ટીમ અને મોરબી જિલ્લા યુવા ટીમ ની હાજરી માં વાંકાનેર તાલુકા અખીલ ભારતીય કોળી સમાજ ના યુવા પ્રમુખ અને યુવાન કાર્યકર અને તળપદા કોળી સમાજ માં આગવું સ્થાન ધરાવતા પ્રભાવશાળી વ્યક્તિત્વ એવા કાનજીભાઈ દિનેશભાઇ ગોરીયા આમ આદમી પાર્ટી ના વિચારસરણી થી પ્રભાવિત થઈ ને આમ આદમી પાર્ટી માં જોડાયાં છે.
સાથો સાથ ચુવાળીયા કોળી સમાજ ના યુવા આગેવાન અને સામાજિક કાર્યકર તરીકે આગવી ઓળખ ધરાવતા જયંતિભાઈ ઘોઘાભાઈ ઉધરેજા આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે પ્રેરીત થઈ ને આમ આદમી પાર્ટી માં જોડાયાં છે.