મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા એપાર્ટમેન્ટમાં જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીઓનએ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લોની ટીમને સયુકતમાં ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા એચ બિલ્ડીંગ દસમાં માળે બે ફલેટ વચ્ચેના સીડીના ચોકા ઉપર જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો ધવલભાઇ ગોરધનભાઈ પટેલ, જગદીશભાઇ જયંતિભાઇ પટેલ, મુકેશભાઇ શિવાભાઇ પટેલ, લલીતભાઇ વનજીભાઇ પટેલ, દિવ્યેશકુમાર ભીખાભાઇ પટેલ, રજનીકાંત ગોરધનભાઇ પટેલ, નિશીતભાઇ કાનજીભાઇ પટેલ રહે. સાતેય મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા તથા સાગરભાઇ મીઠાભાઇ પટેલ રહે. શ્રીકુંજ-૨ સોસાયટી રાધાકુંજ બ્લોક નં.૧૦૧ વાળાને રોકડા રૂ.૧,૪૩,૨૫૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/01/KRISHNA-HOSPITAL-780x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)