પશ્ચિમ બંગાળ માં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે મોરબી મહિલા મોરચા દ્વારા તારીખ 16/8/24 ના રોજ મૌન કેન્ડલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
આ આયોજન મોરબી જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખશ્રી ભાવનાબેન કૈલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ,મહામંત્રી જયશ્રીબેન વાઘેલા તથા કારોબારી સભ્યો, પૂર્વ કાઉન્સીલર સહિત ના કાર્યકર્તા બહેનો હાજર રહ્યા હતા