ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી સંદર્ભે મોરબી જિલ્લામાં નોંધાયેલા મતદારોની મતદાર યાદી પ્રસિધ્ધ

મતદાર યાદીની નકલ gsebeservice.com પરથી  ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંવર્ગોના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણીની આખરી મતદાર યાદી તૈયાર કરવામાં આવેલ છે. આ અનુસંધાને મોરબી જિલ્લામાં આખરી થયેલ મતદાર યાદીઓ નોંધાયેલા મતદારોને જોવા માટે મોકલી આપવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ચૂંટણી કામગીરી માટે નિયુક્ત કરેલા અધિકારી એન.વી.પટેલ મો. ૯૫૮૬૦ ૫૧૮૦૨ ને મતદાર યાદીઓ સોંપેલ છે. જે તા.૧૩/૦૮/૨૦૨૪ થી તા.૨૦/૦૮/૨૦૨૪ સુધી જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમ્યાન તમામ મતદારો જોઈ શકશે.

        નોંધાયેલ મતદારોની ફોટા સાથેની મતદાર યાદીની નકલ બોર્ડની વેબસાઈટ gsebeservice.com  ઉપરથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાશે. જે વ્યક્તિએ બોર્ડની કચેરી ખાતેથી મતદાર યાદી મેળવવી હોય તો બોર્ડની વેબસાઈટ ઉપર દર્શાવેલ જિલ્લાવાર, સંવર્ગવાર નિયત કરેલ કિંમત જેટલી રકમ બોર્ડની કચેરીમાં ચલણથી, બેંક મારફતે કે ડીમાન્ડ ડ્રાફ્ટથી જમા કર્યેથી દિન – ૦૩માં નકલ બોર્ડની કચેરીમાંથી રૂબરૂ મેળવી લેવાની રહેશે.

 બાબતોને મોરબી જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ તેમજ ચૂંટણી સંબંધિત તમામ મતદારોએ ધ્યાને લેવાની રહેશે તેમ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી, કે.એમ. મોતાની અખબારી યાદીમાં જણાવાયું છે.