તા.17/08/2024 ના રોજ રમત-ગમત કચેરી, ગાંધીનગર આયોજિત SGFI રમતોત્સવ 2024-25ની માળીયા તાલુકા કક્ષાની એથેલેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ મોટીબરારના ભાગ લેનાર 15 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં બાજી મારી હતી.
મોડલ સ્કૂલ મોટીબરારના પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ શાળાના વિદ્યાર્થીઓની યાદી
દોડ : U14(G) (૪૦૦મી) ચાવડા સોનુ ચંદુલાલ- દ્રિતીય નંબર, U17(G) (૪૦૦મી)
ઉડેચા પ્રિયંકા પ્રકાશભાઈ-પ્રથમ નંબર, U17 (B) (૧૦૦મી) સાંગા પ્રેમ દેવાભાઈ-પ્રથમ નંબર, U19 (B) (૧૦૦ મીટર) સાલાણી સુનિલ દિનેશભાઈ – પ્રથમ નંબર, U19 (G) (૨૦૦મી) વિઠલાપરા સંતોષ ચંદુભાઈ -પ્રથમ નંબર,
ગોળા ફેંક : U14(G) પરમાર શિવાંગી મુકેશભાઈ-પ્રથમ નંબર, U17(G) વાઘેલા અંજલી સંતોષભાઈ-દ્રિતીય નંબર, U17(B) ડાંગર ધ્રુમિત ભાવેશભાઈ – પ્રથમ નંબર, U19(B) ડાંગર અભય આશિષભાઈ – પ્રથમ નંબર, U19(B) બાલાસરા હર્ષ રમેશભાઈ – દ્રિતીય નંબર લાંબી કુદ, U14(G) વાઘેલા દર્શિતા કિશોરભાઈ –
પ્રથમ નંબર, U14(G) પરમાર શિવાંગી મુકેશભાઈ – દ્રિતીય નંબર, U17(B) હેગલીયા અરુણ ગોવિંદભાઈ – પ્રથમ નંબર, U19(B) ભટ્ટી સમીર ઈસુભાઈ – પ્રથમ નંબર
ભાલા ફેક : U19(B) ડાંગર અભય આશિષભાઈ – પ્રથમ નંબર, ઉંચી કુદ : U14(G) વાઘેલા દર્શિતા કિશોરભાઈ – દ્વિતીય નંબર, U17(B) ડાંગર રામ મહેશભાઈ – પ્રથમ નંબર
હથોડા ફેંક : U17(B) ડાંગર ધ્રુમિત ભાવેશભાઈ – પ્રથમ નંબર, U19(B) ડાંગર અભય આશિષભાઈ – પ્રથમ નંબર, U19(B) બાલાસરા હર્ષ રમેશભાઈ – દ્વિતીય નંબર
તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં જશે વિજેતા થયેલ આ તમામ વિજેતા સ્પર્ધકોએ મોડેલ સ્કૂલ મોટીબરારનું નામ રોશન કરેલ છે. આ પ્રસંશનીય સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા.