મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા વિકાસ વિદ્યાલયની બાળા સાથે રક્ષાબંધનની ઉજવણી કરાઈ

મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નીમીતે મોરબી ખાતે શોભેશ્ર્વર રોડ પર આવેલ વિકાસ વિધાલય ની બાળા ઓ સાથે રક્ષા બંધનની ઉજવણી કરી હતી અને વિકાસ વિધાલય ની ૧૦૧ બાળા પાસે કલ્બ ના મેમ્બરો એ રાખડી બંધાવી પરંપરાગત રીતે મોં મીઠા કરાવી બહેનો પાસે થી આશીઁવાદ મેળવેલ અને ભેટ આપી હષાઁઉલ્લાસ ભેર રક્ષાબંધનની ઉજવણી કરવા માં આવી.

ત્યારે વિકાસ વિધાલય ની બાળા ઓ માં રાખડી બાંધતા સમયે એક અનેરો ઉત્સાહ અને મુખ પર આનંદ સહ સ્મીત જોવા મળ્યો ત્યારે આ પ્રસંગે ઈન્ડીયન લાયન્સ ક્લબ ના પ્રમુખ રુચિરભાઈ કારીયા સહીતના સૌ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.