મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરાઈ

ભારતીય સમાજમાં પ્રેમ અને સુરક્ષાની ભાવના દ્રઢ કરવા માટે અનોખો ઉત્સવ એટલે રક્ષાબંધન, પરંપરા મુજબ દુર્ગાવાહીનીના બહેનો દ્વારા ગૌ સેવા કેન્દ્ર, પોલીસ જવાનો, ડૉક્ટરઓ, ટ્રાફિક પોલીસ, મનોવિકલાંગ ભાઈઓ, ફાયર બ્રિગેડ, વિહિપ તથા બજરંગદળના અધિકારી તથા કાર્યકર્તા બંધુઓ તથા સંતો મહંતો અને તેમજ કલેકટર કચેરી, એસ.પી , એસ.ઓ.જી , રામ મહેલ સંત શ્રી, જલારામ ફ્રી ટિફિન સેવા, સિવિલ હોસ્પિટલ,એ ડિવિઝન પોલીસ સ્ટેશન, સબ જેલ,યદુંનંદન ગૌશાળા તેમજ અલગ અલગ સ્થાન પર ભાઈઓને રક્ષા સૂત્રના તાંતણે બાંધી તેઓના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ભારત માતાની સેવા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દુર્ગાવાહિનીના ૧૭ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.