બાળકોમાં નાનપણથી જ લોકશાહીનાં ગુણો વિકસે અને બાળપણમાં કેળવાયેલી સુટેવો મનુષ્યના વ્યકિતત્વનું ઉતમ રીતે ઘડતર કરે તે માટે પ્રાથમિક કક્ષાએ શિક્ષણની સાથે સાથે બાળકમાં ઉત્તમ ગુણો વિકસે તે માટે ટંકારાની હિરાપર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી.
બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિનીયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.’બાળસંસદ’ ની રચના લોકશાહી પધ્ધતિથી evm મશીન દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાના બધા જ વિધાર્થીઓ અને શિક્ષકો ચૂંટણીની પ્રક્રિયા દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી, પાણીમંત્રી, સફાઈમંત્રી તથા રમતગમતમંત્રી વગેરેની પસંદગી કરવામાં આવી હતી.આ ચૂંટણીને સફળ બનાવવા માટે શાળાનાં તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.