નદીકાંઠાના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ધુસવાથી લોકોને હોનારત અને 2017ની પુર જેવી પરિસ્થિતિ યાદ આવી ગઈ
સ્થળાંતરિત લોકો માટે 3 હજાર જેટલા ફૂડ પેકેટ અને ગરમ ભોજનની વ્યવસ્થા કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ
મોરબી: મોરબીમાં હાલ સતત ભારે વરસાદથી મચ્છુ નદી બે કાંઠે વહેતા 1979 ની જળ હોનારત તથા 2017ની પુર જેવી અત્યંત ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે. મચ્છુ નદીના પાણી નદી કાંઠાના શહેરી વિસ્તારો રબારીવાસ વણકરવાસ સહિતના નીચાણવાળા વિસ્તારમા પાણી ઘુસતા યંગ ઇન્ડિયા ગ્રુપે 500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કર્યું હતું અને દર વખતની જેમ જ યંગ ઇન્ડિયા ગ્રુપ આ સ્થળાંતરિત લોકોની વ્હારે આવ્યું હતું અને સ્થળાંતરિત લોકો માટે 3 હજાર ફૂડ પેકેટ અને ગરમ ભોજનની વ્યવસ્થા કરી હતી
મોરબીની મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગતા નદી કાંઠે આવેલા રબારી વાસ, વણકરવાસ, મકરાણીવાસ, વાલ્મિકીવાસ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં મચ્છુના પાણી ઘુસી ગયા હતા અને વરસાદી પાણી અનેક ઘરોમાં ઘુસી જતા અનેક સામાન્ય વર્ગની ઘર વખરી નાશ પામી હતી અને ઘરોમાં સતત ત્રણ ફૂટથી વધુ પાણી આવી જતા આ વિસ્તારના લોકોનો જીવ જોખમમાં મુકાતા અસરગ્રસ્ત લોકોની સલામતી માટે સરકારી મદદની રાહ જોયા વગર મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સવારથી જ લોકોને બચાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને દેવેનભાઈ રબારીની આગેવાનીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.તથા મોરબીના અનેક વિસ્તાર માંથી સ્થાનાંતર થયેલ લોકોને ફૂડ પેકેટ સહિત જીવનજરૂરી ચિજવસ્તું પોહચડવા આવી રહી છે સાથે સાથે અનેક મોરબી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલના કારણે તકલીફમાં મુકાયેલા લોકોને 3 હજાર જેટલા ફૂડ પેકેટ સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપે સ્થળાંતરણ થયેલા 500થી વધુ લોકો તેમજ ઝૂંપટપટ્ટીના બેઘર થયેલા અસરગ્રસ્ત પરિવારોને ભોજન જમાડીને હાલ તુરત રહેવાની સલામત સ્થળે વ્યવસ્થા કરીને માનવતા દીપાવી હતી.