મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સમીક્ષા બેઠક યોજી

મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનેશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સ્થાનિક અધિકારી/પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રીએ ટંકારા તાલુકામાં કયા કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, કેટલા માર્ગ હાલ બંધ છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, દિવાલ કે મકાન પડવાની ઘટના બની હોય તો તે બાબત, ખેડૂતોને થયેલી નુકસાન, કેટલા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી અધિકારી/પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. મંત્રીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, ટંકારા મામલતદાર કેતન સખીયા, અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદભાઈ વાંસદડિયા તેમજ ટંકારાના સ્થાનિક પદાધિકારી અધિકારીઓ ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.