દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા પુરગ્રસ્ત તેમજ સ્થળાંતરીતો માટે ૧૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું

દેવ સોલ્ટ પ્રા લી તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશનહમેશા સમાજ કલ્યાણની પ્રવૃતિઓ માટે અગ્રેસર રહ્યું છે અને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન લોકોની સેવા માટે હંમેશા મોખરે રહ્યું છે.

છેલ્લા ૨ દિવસથી સતત ભારેથી અતિ ભારે વરસી રહેલા વરસાદ અને જીલ્લાના તમામ ડેમો ઓવરફલો થવાનાં લીધે સમગ્ર જીલ્લામાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે માળિયા (મી.) તાલુકાના નીચાણ વાળા વિસ્તારમાં રેહતા લોકોનો આશરો છીનવાઈ ગયો છે અને ભૂખા રેહવા લાચાર બન્યા છે.

આ કુદરતી આફત સમયે પુરગ્રસ્ત લોકોતેમજ સ્થળાંતરીતોની સેવા માટે દેવ સોલ્ટ દ્વારા માળિયા (મી.) મામલતદાર ઓફીસ, પોલીસ સ્ટેશનમાં, નીચાણ વાળા વિસ્તાર તેમજ હરીપર ગામે કુલ ૧૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું અને હજુ પણ વિતરણ ચાલુ છે. આ ફૂડ પેકેટને બનાવા તેમજ તેના વિતરણ માટે દેવ સોલ્ટનો સંપૂર્ણ સ્ટાફ ખડે પગે રહ્યો હતો.