ભારે વરસાદ અને પુર જેવી પરિસ્થિતિને લીધે મીઠા ઉદ્યોગને બહુ મોટું નુકશાન

છેલ્લા ૩-૪ દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ થય રહ્યો છે, જેમાં મોરબી જીલ્લો પણ સામેલ છે. મોરબી જીલ્લાનો માળિયા (મી.) તાલુકો મીઠા ઉત્પાદન માટે ખુબ પ્રચલિત છે. માળિયા (મી.) તાલુકા ની અંદર આશરે ૭૦૦ થી ૮૦૦  મીઠાના નાના, મધ્યમ અને દેવ સોલ્ટ જેવા મોટા એકમો છે.

ગુજરાત ભારતનું સૌથી મોટું મીઠું ઉત્પાદન કરતુ રાજ્ય છે અને વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. ભારતમાં મીઠાના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ૭૬ % મીઠાનું ઉત્પાદન થાય છે, જેમાં માળિયા (મી.) તાલુકાનો સિંહ ફાળો છે.

અત્રે ઉલેખનીય છે કે માળિયા (મી.) માં ભારે વરસાદતેમજ ડેમમાંથી પાણી છોડવાના લીધે પુરની પરિસ્થીતી સર્જાઈ હતી. ડેમમાંથી છોડવામાં આવેલ આ નીર મીઠાના અગરોમાં ફરી વળ્યું હતું જેના લીધે મીઠાના ઉધ્યોગોના કાચા તેમજ પાકા માલ પર પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગને ભારી નુકશાન થયેલ છે.

આની પેહલા પણ ઘણી કુદરતી આફતો આવી છે જેમાં મીઠા ઉદ્યોગને નુકશાન થયેલ છે પણ આ વખતેની આફતના લીધે ભૂતકાળમાં થયેલ નુકશાન કરતા ઘણું વધારે છે. આ ડેમના છોડવામાં આવેલ નીરના પ્રવાહના લીધે બધુ પાણી મીઠાના એકમોમાં ઘુસી ગયેલ હતા જેના લીધે પાળા તૂટી ગયા છે અને કારખાનાઓ માં ખુબ કીચડ ભરાઈ ગયેલ છે. જો દેવ સોલ્ટ જેવા મોટા એકમોને થયેલ પારાવાર નુકશાન પરથી બીજા મીઠાના નાના એકમોની સ્થિતિ કલ્પી શકાય.

આ ભારેથી અતિ ભારે વરસાદ તેમજ ડેમમાંથી છોડવામાં આવેલ નીરના લીધે કારખાનાઓમાં નીચે મુજબ નુકશાન થયેલ છે.

૧. મીઠું ઉત્પાદિત કરતા ક્યારાઓમાં વરસાદી તેમજ ડેમના પાણી ઘુસી ગયેલ હતા જેના લીધે મીઠાની તરીનું ધોવાણ થય ગયેલ છે અને મીઠાના ક્યારાની ઉપરથી નીર ઓવરફલો થય રહ્યું હતું. તદઉપરાંત દિવસમાં ૨ વખત ભરતીના કારણે ડેમમાંથી છોડવામાં આવેલ નીર એકમોમાં સ્થિર થય ગયા હતા અને તેનો નિકાલ નહતો થય રહ્યો.

૨.કોઈ પણ મીઠું પકવતા એકમ માટે મીઠું પાકવા માટે ઉચ ગુણવતા વાળું પાણી (બ્રાઈન) સવથી મહત્વનું હોય છે જે ભારે જેહમત તેમજ લાંબો સમય લેતી પ્રક્રિયા છે. આઉચ ગુણવતા વાળા પાણીના કરેલ સંગ્રહ સાથે વરસાદી તેમજ ડેમનું છોડવામાં આવેલ પાણી ભળી જતા એકમનો બ્રાઈન સંપૂર્ણ રીતે નષ્ટ પામેલ છે, જેને ગોઠવામાં ૬ મહિના કરતા પણ વધુ સમય લાગશે .

૩. આ પરિસ્થિતિના લીધે મીઠાના એકમોને સમારકામ કરવા માટે ઓછામાં ઓછો ૬ મહિનાનો સમય ગાળો લાગશે, ડેમમાંથી છોડવામાં આવેલ નીરના રેકોડબ્રેક પ્રવાહને કારણે સંપૂર્ણ કયારાઓનષ્ટ પામેલ છે, જે માટે નવેસરથી માટી કામ કરવું પડશે.

૪. તદઉપરાંતથયેલ આ નુકશાનના લીધે આવનારી સીઝનનું ઉત્પાદન વિલમ્ભીત થશે અને જો હવે વધુ વરસાદ કે કોઈ આફત ના આવે તો આવનારી સીઝનનું વધુમાં વધુ ૪૦ % ઉત્પાદન થવાની શક્યતાઓ છે, જો પરિસ્થિતિઓ મીઠાના ઉત્પાદનને અનુકુળ રહેશે તો અન્યથા એટલુ ઉત્પાદન થવુ પણ શક્ય નથી.

૫. વધુમાં મીઠાનો સંગ્રહ કરેલ જથ્થો પણ 30-૩૫ % ધોવાય ગયેલ છે અને આ પરિસ્થિતિના લીધે મીઠું ધોવા માટેની વોશરી પણ પાણીમાં ડૂબી ગયેલ હતી અને વોશરીને સંબંધિત મશીનરીનું પણ વ્યાપક નુકશાન થયેલ, જેના કારણે એકમોને વધુ માર પડેલ છે.

૬. આ કુદરતી આફતને લીધે મીઠા ઉદ્યોગને વ્યાપક નુકશાન થયેલ છે, આ નુકશાની અશર માત્ર આ વર્ષ જ નહિ પણ આવનારા ૩-૪ વર્ષો સુધી કફોડી રહેશે.

૭. આ ઉપરાંત પૂરના પાણી ઉતરે પછી થયેલ નુકશાનનું સાચું મૂલ્યાંકન કરી શકાય.

૭. ઉપરોક્ત તમામ વિગતો પરથી સ્પષ્ટ રીતે જાણી શકાય કે મીઠા ઉદ્યોગને મોટા પાયે માળખાગત અને નાણાંકીય નુકશાન થયેલ છે.

૮. આવી ભયજનક પરિસ્થિતિમાં પણ સદનસીબે કોઈ પણ અકસ્માત કે જાનહાની થયેલ નથી, આ એક નોંધનીય બાબત ગણી શકાય.