મોરબી : માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના નામે ચાલતી 2018 થી સેવાકીય પ્રવૃત્તિ

જેમાં મોરબી માં કોઈ પણ પ્રસંગ માં વધેલું જમવા નું સાથે ઘરે ઘરે જય ને નહીં જોઈતા કપડાં બુટ ચપ્પલ પુસ્તકો કે અન્ય કોઈ વસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માં આવે છે સાથે છેલ્લા 9 મહિના મોરબી ના સિવિલ હોસ્પિટલમાં દાતા ના સહયોગ થી સાંજે વિના મૂલ્યે કઢી ખીચડી જમાડવા માં આવે છે સાથે દાતા માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડ ના સયહોગ થી આખો શ્રIવણ મહિનો મોરબી ના સિવિલ હોસ્પિટલમાં બપોરે ફરાળ સાથે દરરોજ અલગ અલગ મીઠાઈ જેમકે બાસુંદી, ટોપરા પાક ,ગુલાબપાક ,દૂધી નો હલવો, ગુલાબજાંબુ , શિખંડ બ્રિજ લાડુ વગેરે વાનગી ઓ સાથે પેટીસ અને સાંજે કઢી ખિચડી જમાડવા માં આવ્યા.

સિવિલ હોસ્પિટલ માં રાજગરiની ફરાળીપુરી, બટેટાની સૂકી ભાજી અને ડાયફ્રૂટ શિખંડ જમાડવામાં આવ્યા આ કાર્ય માં વિરબાઈ માં ગ્રુપ ના બહેનો જયશ્રીબેન વાઘેલા, મીરાબેન ગૌસ્વામી, ભાનુબેન મજેડીયા, સરલાબેન રાચ્છ, જસવંતી બેન સોનગરા, મીરા દવે અને ભૂમિ કક્કડ દ્વારા રસોઈ બનાવી ને સેવા ના કાર્ય માં સહભાગી બન્યા આ સમગ્ર આયોજન અલ્પાબેન કકકડ દ્વારા કરવામાં આવ્યું હતું