મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા મોરબી જીલ્લા મા વરસાદ ને કારણે ખેડૂતો ને જે નુકસાન થયુ છે એનો સર્વે વહેલી તકે થાય તેવું આયોજન કરવા મા આવે અત્યારે એક ગ્રામસેવક અથવા તલાટી ને એક થી વધારે ગામ ની સર્વે ની જવાબદારી આપવા મા આવી છે આના કારણે સર્વે મા વિલંબ થાય છે માટે અધિકારી વધારી ઝડપ થી સર્વે થાય એવી માંગ છે તેમજ ખેડૂત ને જે 2 હેકટર ની નુકસાન ની મર્યાદા છે એ વધારવામાં આવે અને હેકટર દીઠ યોગ્ય વળતર આપવા મા આવે એવી આમ આદમી પાર્ટી ની માંગણી છે .
આ સરકાર દ્વારા ખેડૂતો ને હંમેશા અન્યાય થતો આવ્યો છે માટે ખેડૂતો આપડા અન્ન દાતા છે એમને યોગ્ય ન્યાય મળે એવી માંગણી કલેકટર પાસે કરવામાં આવી છે