મોરબી,શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ સુધીની સફર કરનાર દાર્શનિક ઉત્તમ તત્વચિંતક,સંનિષ્ઠ અને આદર્શ શિક્ષક એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ એ સમગ્ર રાષ્ટ્રમાં અને ગુજરાત રાજ્યમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે એ નિમિત્તે મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં હાલના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી માનનીયશ્રી પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હોય રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘની ભગિની સંસ્થા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંસદનું સન્માન અભિવાદન કરાયું હતું.
જેમાં મહાસંઘના મહિલા હોદેદારો કિરણબેન આદ્રોજા અને પ્રજ્ઞાબેને ક્રાંતિકારીની છબી અને સુભાષચંદ્ર બોઝનું જીવન કવન દર્શાવતી બુક અર્પણ કરી સન્માન કરાયું હતું.દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષે શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રહિતના કાર્યો વિશે વાત કરી હતી,આ સન્માન બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દુર્લભજીભાઈ દેથરીયા સંગઠન પ્રમુખ રણછોડભાઈ દલવાડી, કલેક્ટર કે.બી.ઝવેરી,જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તેમજ શિક્ષણના તમામ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પરુષોત્તમભાઈ રૂપાલાએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યો અને કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા.