મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ

વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ ૮ સપ્ટેમ્બર નિમિતે મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર, શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ

નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે.
૧) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).
૨) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે
૩) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ
૪) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ. ૫) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો
૬) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.
૭) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ
૮) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે
૯) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર

કેમ્પ તારીખ : ૦૮/૦૯/૨૦૨૪ રવિવાર કેમ્પનું સમય : ૮:૩૦-૧૨:૦૦, કેમ્પનું સ્થળ : સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદીરની પાછળ,જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી

આ કેમ્પમાં ડો. કેશા અગ્રવાલ (ન્યૂરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત તથા તેમની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ સેવા આપશે॰

નોંધ : આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૮૧૬૦૨૮૨૪૫૬, પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. (જુના રીપોર્ટસ સાથે લાવવા)

કાયમી સરનામું : બ્રાંચ ૧:સંસ્કારધામ ઈમેજીંગ સેન્ટર(બીજો માળ), જી.આઈ.ડી.સી.શનાળા રોડ,મોરબી.

બ્રાંચ ૨ :વીએનસી કોમ્પલેક્ષ, શોપ ૨૦૮/૯, ગોપાલ સોસાયટી, મહારાણા પ્રતાપ રોડ,સામાકાંઠે, મોરબી મો. ૮૧૬૦૨૮૨૪૫૬.