મોરબી,શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ સુધીની સફર કરનાર દાર્શનિક ઉત્તમ તત્વચિંતક,સંનિષ્ઠ અને આદર્શ શિક્ષક એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ એ સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે એ નિમિત્તે મોરબી તાલુકાના બહાદુરગઢ શાળામાં 5 મી સપ્ટેમ્બર રાધાકૃષ્ણન જીનો જન્મ દિવસ હોય શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ બાળકો દ્વારા પ્રાર્થના સંચાલન, અઘ્યયન કાર્ય, ગૃહ લેશન વગેરે આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર કાર્યક્રમ સંચાલન માટે શાળાના પ્રિન્સિપાલ પ્રદીપભાઈ એસ. કુવાડીયા તરફથી બાળકોને અભિનંદન આપવામાં આવ્યા હતા.