મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ પી.એ.ઝાલાએ મોરબી જીલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના આપેલ હતી. જે અન્વયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.ભટ્ટ તથા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની શનાળા પોલીસ ચોકીના ટીમના માણસો દારૂ/જુગાર ની ગે.કા. પ્રવૃતી અન્વયે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો. હેડ કોન્સ. પ્રવીણસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ-2માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ નં.202 માં જુગારની રેડ કરી હતી.
રેડ દરમિયાન જુગાર રમતા ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉધરેજા (રહે. શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ શ્રી જી હાઇટસ બીજા માળ ઘર નં.૨૦૨ મોરબી), મયુરભાઇ વિઠ્ઠલભાઇ મુછડીયા (રહે. મારૂતીનંદન એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી), મનીષભાઇ લાલજીભાઇ વડસોલા (રહે. પંચાસર રોડ સત્યમ હોલ સામે ઉમા ટાઉનશીપ મોરબી), તરૂણભાઇ વલ્લભભાઈ કાવર (રહે.અવની ચોકડી પાસે હરીદ્રાર એપાર્ટમેન્ટ મોરબી), સંજયભાઇ પ્રભુભાઈ સનારીયા (રહે.અવની ચોકડી પાસે સોહમ એપાર્ટમેન્ટ મોરબી), કુલદીપભાઇ ઇશ્વરભાઇ કાસુન્દ્રા (રહે. દર્પણ સોસાયટી મકાન નં.૧૦૨, રવાપર રોડ મોરબી), ધર્મેન્દ્રભાઇ નાથાભાઇ રૈયાણી (રહે. રાજનગર પંચાસર રોડ મોરબી), ધર્મેન્દ્રભાઇ ચતુરભાઈ ઉઘરેજા (રહે. ગોકુલ મથુરા મારૂતી નંદન એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૧, કેનાલ રોડ મોરબી), ભાવેશભાઈ કેશવજીભાઇ ભીમાણી (રહે. ફલોરા ૧૧ સામે રવાપર ઘુનડા રોડ ગંગા એપાર્ટમેન્ટ ફલેટ નં.૭૦૩ મોરબી)ને રોકડ રકમ રૂ. 32,50,000 સાથે ઝડપી લીધા હતા. આ કામગીરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.ભટ્ટ તથા પો. હેડ કોન્સ. પ્રવીણસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. જયેશભાઇ ડાંગર તથા ભાવિનભાઇ રતન તથા કલ્પેશભાઇ ઝામકીયા તથા રવીરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.





